આ HR મેનેજર એ બીજું કોઈ નહિ પણ આપણી આ કથાનો નાયક નીતિન, Mr. નીતિન પટેલ. આ કોલ સેન્ટરમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરતા અને 1 વર્ષથી નવા આવતા ફ્રેશરોને ટ્રેઇનિંગ આપનાર વ્યક્તિ. રિધિમાં આવી ત્યારે જેવી રિસેપ્સનિસ્ટ પાસે પહોંચી અને એણે જેવું નોકરી માટે મેનેજરને મળવા કહ્યું ત્યારે રિસેપ્સનિસ્ટે રિધિમાંને અગમચેતી આપતા જ કહ્યું કે "મેનેજર નહિ પણ એમના ખાસ માણસ તમને મળશે, જો એ તમને નોકરી પર રાખશે તો તમારી નોકરી પાકી, બસ એમને ખુશ કરવામાં કોઈ ખામી ના રાખતા" આવું સાંભળીને રિધિમાં ખચકાઈ પરંતુ "તેણે વિચાર્યું જે હોય તે મારે તો ઇન્ટરવ્યૂ આપવાથી મતલબ, આવી છું તો ઇન્ટરવ્યૂ