પેન્ટાગોન - ૧૪

(79)
  • 3.9k
  • 6
  • 1.9k

કબીર કૂવાનું પાણી છેક ઉપર સુધી આવી જતા એની મેળે જ ઉપર આવી જાય છે. એ બહાર આવીને પ્રોફેસર નાગ સામે ઊભો રહે છે ત્યારે એના મગજમાં એક જ નામ ફરતું હોય છે, તારામતી! “તું ઠીક છે ને કબીર" પ્રોફેસરે પૂછ્યું. કબીરે માથું હલાવી હા કહી અને એનો હાથ આગળ ધરી કહ્યું, “તારામતી." પ્રોફેસરે કબીરના હાથમાંથી એ ચાંદીનું ઘરેણું લીધું. ગોળ બંગડી જેવું, અડધા ભાગમાં ઘુઘરીઓ લટકેલું એ ઘરેણું ઘણું મેલું થયેલું હતું. સનાએ આગળ આવીને પ્રોફેસરના હાથમાંથી એ ઘરેણું લીધું અને એને ધ્યાનથી જોતા કહ્યું, “આ નાકમાં પહેરવાની નથણી છે. પહેલાના જમાનામાં અને આજે પણ કેટલીક જગ્યાએ સ્ત્રીઓ આવી