ઓપેરેશન દિલ્હી - ૨૮ - છેલ્લો ભાગ

(53)
  • 3.3k
  • 4
  • 1.3k

નાસીર ધીમેથી સાવચેતી પૂર્વક ટ્રક ની બહાર નીકળ્યો. ત્યાં અચાનક તેની સામે કેયુર આવ્યો. બંને માંથી કોઈ પણ કશું કરી શકે તેમ ન હતા.અનુભવમાં નાસીર આગળ હતો એટલે તેણે કેયુર ને ધક્કો માર્યો જેના કારણે કેયુર નીચે પડ્યો. નાસીર તેની તરફ ગોળી છોડવા માટે બંદૂક ઉઠાવી પરંતુ એ પહેલા જ એક ગોળી તેના ખભામાં ખુંચી ગઈ. અંકિતે આ ઘટના જોઇ હતી એટલે તેણે ઝડપથી તેની બંદૂકમાંથી ગોળી છોડી જે નાસીર ના ખભામાં વાગી જેથી તેના હાથમાં થી બંદૂક નીચે પડી ગઈ.અંકિતે બીજી ગોળી છોડવા માટે ટ્રીગર દબાવી પણ તેની બંદૂકમાં ગોળી ખલાસ થઈ ગઈ હતી. નાસીર એ જોવા પાછો ફર્યો