આરુદ્ધ an eternal love - ભાગ-૩૧

(39)
  • 2.9k
  • 3
  • 1.4k

થોડો સ્વસ્થ થયો હોય એમ અનિરુદ્ધે આંખો ખોલી, ઊંડો શ્વાસ લીધો અને અનન્યા સામે જોયું, " અનન્યા, રીઅલી ગ્રેટ... મને ખબર જ હતી, કે આર્યા છે કંઈ અને દેખાય છે કંઈ! તું તો ઘણા સમયથી મને સમજાવવા પ્રયત્ન કરતી હતી કે આર્યા યોગ્ય નથી, પરંતુ હું જ સમજતો ન હતો. તે આ પુરાવા મારા સામે લાવીને મારી આંખો ખોલી નાખી." "આ બધું શું છે અનિરુદ્ધ? આર્યાએ શું કર્યું છે અને તમે લોકો શી વાતો કરી રહ્યા છો?" "દાદાજી, માફ કરજો પરંતુ હું માત્ર થોડી વાર અનન્યા સાથે વાતો કરી લ‌ઉ. પછી તમને કહું છું." "અનન્યા,