અંતિમ વળાંક - 16

(27)
  • 4.1k
  • 1
  • 1.9k

અંતિમ વળાંક પ્રકરણ ૧૬ “ઇશાન, હું અખંડ બ્રહ્મચારી નથી” બોલીને પરમાનંદે ખાલી થઇ ગયેલી ચા ની પ્યાલી નીચે મૂકી ત્યારે ઇશાનનો હાથ ચા ની પ્યાલી સાથે જ જાણે કે થીજી ગયો હતો. ઇશાનને ઢોંગી સાધુ બાવાઓ પ્રત્યે સખ્ત નફરત હતી. તેના ચહેરા પર અણગમાનો ભાવ છવાઈ ગયો. “દોસ્ત, મને નફરત કરતા પહેલાં તારે મારી આખી કહાની સાંભળવી પડશે.. મારા મનનો ભાર પણ હળવો થઇ જશે”. પરમાનંદની આંખો ઝીલમીલાઈ. મોસમમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો હતો. દૂર દૂર કૂતરાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. પરમાનંદે ઉભા થઇને બહાર તાપણું કરી રહેલા એક શિષ્યને ઈશારા વડે જ ચા ની પ્યાલીઓ લઇ જવાની સૂચના