રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 30

(79)
  • 3.6k
  • 4
  • 1.6k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૦ બીજાં દિવસે સવાર થતાં જ ભોજરંગ વીંધ્યાચલની પહાડીઓમાં આવેલાં ત્રિદેવ માર્ગે થઈને પાતાળલોકમાં જઈ પહોંચ્યો. ત્યાં પહોંચી ભોજરંગે પોતાનું રૂપ બદલ્યું અને સર્પ રૂપ ધારણ કરી લીધું. સાત્યકીને સમગ્ર આર્યાવતનો સમ્રાટ બનવું હતું અને આ માટેનું પ્રથમ ચરણ હતું રત્નનગરીની રાજકુમારી મેઘના સાથે વિવાહ કરવા. જો આવું થાય તો એ ઈન્દ્રપુરની સાથે રત્નનગરીનો પણ ઉત્તરાધિકારી બનવાનો હતો, જેનો મતલબ હતો આર્યાવતના સૌથી મોટાં બે સમૃદ્ધ વિસ્તારોનો રાજા બનવું. આ સાથે જ એનાં આર્યાવતનાં સમ્રાટ બનવાનાં કોડ પૂરાં થઈ જવાનાં હતાં. આ બધી વાતમાં રુદ્ર એનાં માટે એક મોટું વિઘ્ન બનીને આવ્યો હતો. રુદ્ર અને