કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -3

  • 2k
  • 932

આજે નૈનાનું કામમાં બિલકુલ પણ મન નહોતું લાગતું... એક અજીબ ઉદાસીનતા એના મનને ઘેરી વળી હતી. કેમ એવું થઇ રહ્યું એ એનેય સમજાતું નહોતું... વાતાવરણ આટલું ગમગીન કેમ થઇ રહ્યું એનાથી એ અજાણ હતી...ખબર નહીં ક્યાંથી... એક અજાણ્યો ખાલીપો આવી એના મનમાં ઘર કરવાની કોશિશ કરી રહ્યો હતો. સામે વ્હાઇટ કલરના મગ માં પડેલી કૉફી ઠંડી થઇ રહી હતી એનુંયે એને ભાન ન રહ્યું... કોફીની તેજ ખુશ્બૂ પણ એને કોફી પીવા લલચાવવામાં નાકામ રહી... જોકે કૉફી એની કમજોરી હતી પણ એ અજીબ ખાલીપા સામે એની કમજોરીયે કમજોર પડી રહી હતી... કૉફી ઠંડી પડતી જતી હતી પણ