દિલ કા રિશ્તા - 19

(69)
  • 5.5k
  • 4
  • 1.8k

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ આશ્કા અને એમનું ગૃપ હોટલમાં ડીનર પર મળે છે. અને ત્યાં સમર્થ વિરાજને એના મેરેજ પછી સાથે હનીમૂન પર જવાનું કહે છે. વિરાજ અને આશ્કા પણ તૈયાર થઈ જાય છે. બધાં સમર્થના મેરેજમાં મળવાનું કહી છૂટાં પડે છે. )આજે સમર્થના મેરેજ છે. કાવ્યાના દાદાની તબિયત સારી ન હોવાથી બધાં ફંક્શન એક જ દિવસે રાખવામાં આવે છે. એટલે આશ્કા અને વિરાજ સવાર સવારમાં ત્યાં જવા માટે તૈયાર થાય છે. અત્યારે તો તેઓ હલ્દીના ફંક્શન માટેના કપડાં પહેરીને જાય છે. પછી મેરેજ માટે ત્યાં જ તૈયાર થવાનાં હોય છે. યલો કલરનો હેવી વર્કનો ફૂલ લેન્થ ડ્રેસ