નારી તુ ના હારી

(19)
  • 4.9k
  • 3
  • 1.4k

એક સુંદર રળિયામણું રામપર ગામ હતું. તેમાં એક સોમાભાઇ પટેલ પરિવાર રહે. આ પરિવાર દરેક પ્રકારે સુખી સંપન્ન પણ ભગવાને ખાટલે મોટી ખોટ આપી હતી. સોમાભાઈ અને તેની પત્ની સુશીલા પથ્થર એટલા દેવની પૂજા કરે, બાધા આખડીઓ કરે પણ ખોળાનો ખૂંદનારની ખોટ. સોમાભાઈની પત્ની ખુબ સંસ્કારી, વિવેકી અને ઘર ડાઇ હતી. પારકી પંચાતમાં જરાય રસના લેતી. કામકાજ પતાવી નવરી પડે એટલે બાકીનો દિવસ પ્રભુ ભજન કરે. ઈશ્વર પર ખુબ જ આસ્થા રાખતી કે રાણી રાંદલમાં એક દિવસ મારી આશ જરૂર પુરી કરશે અને મારાં ઘર પારણું બંધાશે. એક દિવસ સુશીલા બાજુમાં રાંદલમાંના દર્શન કરવા ગઈ. મા નો પ્રસાદ