ડીટેકટિવ માતાહરી - 1

(26)
  • 4.7k
  • 5
  • 1.5k

1.‘દરેક ન્યુઝ ચેનલ પર આ જ ચર્ચા ચાલી રહી છે.’ ઇન્સ્પેક્ટર આકાશે ટીવી બંધ કરી રીમોટ ટેબલ પર મુકતા કહ્યું. ‘આ મીડિયા વારા ગમે ત્યાં ઘેરી લે છે. જવાબ આપી આપીને કંટાળી ગયો છું.’‘સર ચર્ચા તો લાંબી ચાલશે. એક સાથે એક જ શહેરમાં ચાર ચાર ખૂન થયા છે. મીડિયા માટે તો બહુ મોટું કન્ટેન્ટ કહેવાય.’ સબ ઇન્સ્પેક્ટર નિશાંતે કહ્યું.ઇન્સ્પેક્ટર આકાશ વિચારમાં હતા એટલે સબ ઇન્સ્પેક્ટર નિશાંતે આગળ ચલાવ્યું.‘સર, ખૂની બહુ ચાલાક લાગે છે. તેણે કોઈ પણ જાતના સબૂત છોડ્યા નથી.’ થોડીવાર પછી ઉમેર્યું. ‘મને કોઈ સીરીયલ કીલરનું હાથ હોય એવું લાગે છે.’‘બની શકે શક્યતાઓ ઘણી છે. અગાઉથી કંઈ જ કહી