સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૨. ચીંટુ ફાવી ગયો..!

  • 3.8k
  • 1.3k

ત્રણ વર્ષના ચિંટુને એ સમજાય ગયું કે મોબાઇલમાંની દુનિયા વિશાળ છે. લોકોનાં હાથમાં મોબાઈલ - સ્માર્ટફોન જોઈને એ વાત ખૂબ જ સ્પષ્ટ હતી. "મારી અવગણના કે અવહેલના હવે સહન નહીં થાય....!" બાળસહજ માનસમાં કોઈ લાગણીઓ અંકીત થઈ ચૂકી હતી. સવારે આંખ ખુલતાની સાથે જ નજર પડી બાજુમાં પડેલ ફોન પર. એ ફોન પપ્પાનો હતો. પપ્પા આજુબાજુ દેખાયા નહીં. જાણે મેદાન મોકળું હતું. ફાવી ગયો તેણીયો. થોડી વાર કોઈ તકલીફ નથી. પછી, જોયું જાશે..! આમેય, પપ્પાનો ફોન રમવામાં ખૂબ સરસ ને દેખાવે પણ વધારે સારો. એક ગુલાંટ મારી ને ફોન હાથમાં! મોબાઈલનું