લવ રિવેન્જ - 17

(104)
  • 7.7k
  • 4
  • 3.9k

લવ રિવેન્જ પ્રકરણ-17 "મેડમ....! સાહેબને ઈંજેક્શન આપવાનું છે....!" લાવણ્યાએ દરવાજો ખોલતાંજ દરવાજે ઊભેલી નર્સ બોલી. લાવણ્યાએ સહેજ આઘાં ખસીને જગ્યા આપતાં લાવણ્યા નર્સ અંદર આવી ગઈ અને સિદ્ધાર્થનાં બેડ પાસે જવાં લાગી. લાવણ્યા પણ હળવાં પગલે નર્સની પાછળ પાછળ જવાં લાગી. નર્સે નોટપેડમાંથી જોઈને ફટાફટ બેડની બાજુનાં ડ્રૉઅરમાંથી નીડલ અને ઈંજેક્શન કાઢ્યું અને સિદ્ધાર્થનાં ડાબાં હાથે લાગેલી નીડલમાં ઈંજેક્શન આપી તેની કેપ બંધ કરી જવાં લાગી. "સર ....! હવે તમે આરામ કરજો...! જાગતાં નઈ....! કાલે સવારે એક્સરે-MRI કરવાનાં છે....!" જતાં-જતાં નર્સે કહ્યું. તે હવે દરવાજો ખોલીને બહાર જતી રહી. લાવણ્યા પાછી દરવાજા તરફ જવાં લાગી. "દ...દરવાજાની કડી