સમાધાન

(22)
  • 3.7k
  • 1
  • 1.1k

*સમાધાન* "જેન્તીભાઈ આ તમારા દીકરા નું કાયમ નું થયું, હવે મારે છૂટું જ લેવાનું છે. કોઈપણ સંજોગોમાં હું હવે કીર્તિ ને મોકલવાનો નથી." ગળગળા અવાજે કિશોરભાઈએ આટલુંતો બોલીજ નાખ્યું. "તે તમારી છોરી ય કઈ ઓછી નથી ભાઈ! વાતવાતમાં મારા છોરા ને ઉતારી પાડે, વડીલો ની કોઈ આમન્યા નહીં, હવે તો અમેય થાક્યા. ભલે છૂટું લેવું હોય તો આજે બધું પતાવી જ નાખીએ. ઘર મૉડયે ચાર વર્ષ થયાં હજી મારા છોકરાએ સુખ નો દાડો નથી જોયો. એના પસી પેણેલા ફળીયા ના ચાર સોરા વસ્તારી થઈ જ્યાં. હવે અમારેય તમારી છોકરી ની જોઈએ આજે આલ્યું મેલ્યું પુરૂ કરો." ગુસ્સાથી