સુરેખાહરણ (5) ત્રીજા દિવસે સવારે વિવિધ પ્રકારના શાકભાજી લઈને એક કાછીયો દ્વારકાની બજારમાં આવ્યો છે. તાજા અને જોતાં જ ગમી જાય એવા અનેક પ્રકારના નવીન શાકભાજી જોઈ દ્વારકાવાસીઓ ખરીદવા લલચાય છે. પરંતુ એ કાછીયો શાકભાજીના ખૂબ ઊંચા ભાવ કહે છે એટલે કોઈ યાદવ શાકભાજી ખરીદી શકતા નથી. એવામાં ભગવાનની નજર એ કાછીયા પર પડી. બંને પરસ્પર હસી પડ્યા. "કેમ અલ્યા કાછીયા....આટલા ઊંચા ભાવ લેવા બેઠો છો...?" ભગવાન છણકો કરીને હસ્યા."પ્રભુ આ શાકભાજી તો હું જાન માટે ખાસ લાવ્યો છું. કોઈ સારા રસોઈયા પાસે શાક બનાવડાવીને જાનૈયાને જમાડો. બધા આંગળા કરડી ન જાય તો ફટ કહેજો મને." કહી કાછીયાએ પ્રભુ સામે આંખ મિચકારીને