રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 28

(103)
  • 3.8k
  • 1.6k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૮ બીજાં દિવસે સવારે જ વિશ્વાનાં કહ્યાં મુજબનો એક સંદેશો અકીલાએ અગ્નિરાજને મોકલાવી દીધો. જેમાં સાફ-સાફ લખ્યું હતું કે અકીલાને ગુપ્તચરો જોડેથી માહિતી મળી છે કે મેઘનાનાં અંગરક્ષક તરીકે નિયુકય વ્યક્તિ પોતાની સાચી ઓળખ છુપાવી રહ્યો છે અને એ શક્યવત પાતાળલોકનો રાજકુમાર રુદ્ર છે. આ ઉપરાંત એ સંદેશામાં મેઘના અને રુદ્રની વધી રહેલી નિકટતાનો પણ ઉલ્લેખ હતો. એકતરફ અકીલાએ અગ્નિરાજને આ સંદેશો મોકલાવ્યો તો બીજી તરફ સાત્યકીએ પણ રત્નનગરીથી નીકળતાં જ મેઘના અને રુદ્ર વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી હોવાની જાણ કરતો સંદેશો અગ્નિરાજને મોકલાવી દીધો. જેમાં ભવિષ્યમાં આ કારણથી રત્નનગરી અને ઈન્દ્રપુરનાં મૈત્રીપૂર્ણ સંબંધોનો