લવ બ્લડપ્રકરણ-16 દેબાન્ચુ કલાસમાં આવ્યો અને એણે વચ્ચેની રો માં ત્રીજી બેન્ચ પર નુપુરને જોઇ અને એની પાસેજ સીધો ગયો અને વાર્તાલાપ થયો. નુપુરની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે એને એનાં પાપાની ડાંટ પડી હતી અને ગુસ્સે થયાં હતાં કોઇ છોકરાં સાથે કોઇ મગજમારી નહીં કરવાની અને ફ્રેન્ડસીપ કરવાની નહીં એની તક્કીદ કરેલી. દેબાન્શુએ નુપુરને કહ્યું "સોરી નુપુર તને મારાં કારણે તારાં પાપાની ડાંટ પડી... નુપુર આ સાંભળીને થોડીવાર દેબુ સામે જોઇ રહી અને જવાબ આપ્યો એ સાંભળી દેબાન્શુ ચોકી ગયો અને આનંદાશ્ચર્ય સાથે નુપુરની સામે જોવા લાગ્યો. નુપુરે કહ્યું "ભલેને આવી હજારો ડાંટ પડે દેબુ હું તો તારી