વાતોમાં તારી યાદ... - ૪

  • 4.1k
  • 1
  • 1.7k

હવે આગળ, આજની સવાર લવ માટે કંઇક અલગ જ હતી.સવારના સાત વાગ્યા હતા લવ હજીપણ સુતો હતો,એટલે લવના મમ્મી પોતાના કામ મુકી લવને જગાડવા જાય છે.ક્ષમાબેન લવના રૂમમાં જઇ તેને જગાડવા જતા ત્યારે તેને લવના મુખ પર સ્મિત જોઈ તેના માથા પર ફેરવે છે.થોડીકવાર લવની પાસે બેસી રહે છે પણ લવતો હજીપણ જાનકીની યાદોના સ્વપ્નોમાં ખોવાયેલો હતો.લવના પપ્પા પોતાના કામ પર જતા હતા,ત્યારે તેણે પોતાની પત્નીને પોતાના પુત્ર પર માતૃત્વના પ્રેમની વર્ષા જોવા ઊભા રહી જાય છે.પપ્પા એક એવી વ્યકિત છે,જે ક્યારેય પોતાનો પ્રેમ કે દુખ પોતાના છોકરાંવ સામે વ્યકત નહી કરે,કારણકે ભગવાને તેના દિલની રચના જ એવી કરી છે કે