પ્રતિક્ષા - ૪૨

(44)
  • 3.7k
  • 2
  • 1k

“ચાલો મારે નીકળવું છે.” ઉર્વિલને સંભળાવતા હોય તેમ મયુરીબેન બોલ્યા પણ ઉર્વિલે કંઈ પ્રતિક્રિયા આપી નહિ. “ઉર્વિલ...” મયુરીબેન ફરી જોરથી બોલ્યા. “વાંધો ના હોય તો હું મૂકી જાઉં તમને??” ઉર્વા સિફતથી પૂછી રહી. “ના ના, તારે આવવાની કોઈ જ જરૂર નથી. ઉર્વિલ આવશે મુકવા.” મયુરીબેન સહેજ મોઢું બગાડીને બોલી રહ્યા. “હું ક્યાંય નથી આવવાનો. જેને જવું હોય જાતે જઈ શકે છે...” ઉર્વિલે મયુરીબેન સામે નજર સુદ્ધા કર્યા વિના પોતાનો અંતિમ નિર્ણય કહી દીધો. મનસ્વીને લાગ્યું કે વાત વણસી જશે પણ અત્યારે વચ્ચે બોલવું એ બળતામાં ઘી હોમવા જેવું હતું. “સારું હું રીક્ષામાં ચાલી જઈશ.” મયુરીબેનને બહુ જ ખરાબ લાગી રહ્યું