કૌમાર્ય - 1

(19)
  • 5.6k
  • 2.3k

અંતરા બેચેન બની રૂમ મા આમ થી તેમ આંટા મારતી હતી. દર બે મીનીટે મોબાઇલ ઓન કરતી એ જોવા કે નેટવર્ક તો બરાબર છે ને.. હા, બેટરી પણ ફુલ ચાર્જ હતી અને નેટવર્ક પણ બરાબર તો પછી સુગમ નો કોલ કેમ ન આવ્યો.. એ પહોચ્યો નહીં હોય હજી કે શું? થાકી ને એ બેસી ગઇ પલંગ પર અને પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે પોતે કંઇક વધુ જ વિચારી ને હેરાન થાય છે. સુગમ સાચુ જ કહેતો હોય છે કે મગજ ને વધુ તકલીફ આપવી સારી નહીં. અંતરા એ મગજ અને મન શાંત કરવા ઊંડા શ્વાસ લઇ મેડીટેશન કરવા