સપના અળવીતરાં - ૬૪

(29)
  • 2.9k
  • 1
  • 698

"વો હીરા અપુનકે પાસ થા... પર અપુન બેચ દીયા... "જાનીભાઇના શબ્દોથી જાણે હાઈ સ્પીડમાં દોડતા મગજને અચાનક બ્રેક લાગી ગઇ! એક કાચી પળમાં દાદાએ તાળો મેળવી લીધો. હીરા ગુમ થઇને જો જાનીભાઇના હાથમાં આવ્યા હોય અને જાનીભાઇએ એ વેચી દીધા હોય, તો આટલા વર્ષે એમાંથી એક ફદિયુંય હવે બચ્યું ન હોય. બસ, ફરી ગયેલું મગજ વધુ ફરી ગયું અને બેક પોકેટમાંથી એક નાનકડી રિવોલ્વર કાઢી તેનું નાળચું જાનીભાઇના કપાળે અડાડ્યું... કોઇ કંઇ સમજે એ પહેલાં તો ધડાકો... લોહીના છાંટા રાગિણી પર ઉડ્યા... પરિસ્થિતિ અસહ્ય બનતી જતી હતી અને રાગિણીની તબિયત વધુ બગડતી જતી હતી. એકસાથે ઘણી બધી ઘટનાઓ સમાંતર બની રહી