મોર્નિંગ વોક પર જવા માટે હું સડસડાટ દાદર ઉતરી ગયો. ઘરનાં ઓટલા ઉપર બૂટની દોરી બરોબર બાંધવા માટે બેઠો ત્યાં મારી નજર સામેથી આવતા દિનેશ ઉપર પડી કે જે અમારી કોલોનીનો સફાઈ કામદાર છે. કોલોનીના ખૂણામાં પડેલ સાવરણા, સુપડી તરફ એણે પગ માંડ્યા. ખબર નહીં પરંતુ કેમ આજ મારી દ્રષ્ટિ તેના ઉપરથી હટતી નહોતી. એણે વાંકા વળીને પોતાનો જમણો હાથ સાવરણાને લગાવી પછી પોતાની છાતીએ ચાંપી સાવરણાને પગે લાગ્યો ને પછી સાવરણો અને સુપડી ઉપાડી કંમ્પાઉન્ડની સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું અને હું પણ ત્યાંથી મોર્નિંગ વોક માટે નીકળી ગયો. આમ કહું તો મારો સ્થૂળ દેહ જ તે જગ્યાએથી નીકળેલો, બાકી