અમૃતની મા - 3

(12)
  • 2.6k
  • 1
  • 988

અમૃત ૩ ભાગ: ૩ ખુશ થતો એ ઘરે આવ્યો ને બાને બધુ જણાવ્યું ,બા પણ ખુશ હતી કારણ અમૃત તેની ઓફિસ ખોલવાનો હતો.પણ આજે અમૃતે જોયું કે બાએ ડાયરી ન કાઢી ન રાત્રે લખ્યું !શું આ ખુશી નહોતી.બીજી સવારે બાએ કહ્યું ,”ભાઈ જગ્યા ગમી ગઈ હોય તો તારી રીતે ફર્નિચર ને વ્યવસ્થા કરાવી દે.” અમૃતે જણાવ્યું ,”બા સાનંદાશ્ચર્ય ની વાત છે કે એ ઓફિસ એકદમ મારા સ્વપ્ન ની જેમ જ તૈયાર છે.”બા મરક્યા ને કહે,”બેટા તો પણ શાલુને લઈ બરાબર જોઈ આવજે.”તે સાંજે શાલુ ના પરિવાર સાથે તે ઓફિસ જોઈ આવ્યો.બધાને ખૂબ ગમી.કોઈ ખામી કઢાય તેમ હતી