ઘણા લોકો દિવસની શરૂઆત રાશિ-ભવિષ્ય વાંચીને કરતા હોય છે. આજે એ બાબતે મારો નાનકડો અનુભવ શેર કરવો છે. અહીં મારો હેતુ ભારતના સદીઓ પુરાણા અને અમૂલ્ય જ્યોતિષશાસ્ત્ર વિશે ટિપ્પણી કરવાનો જરાય નથી.રાશિફળ વાંચ્યા પછી આપણું માઈન્ડ દિવસ દરમિયાન કેવી રીતે વર્તે છે, એ દર્શાવવાના પ્રયાસો કર્યા છે.આપણે ન્યૂઝપેપર અથવા ટીવીમાં રાશિ ભવિષ્ય જોઈને આજનો દિવસ કેવો પસાર થવાનો છે તેની અટકળો લગાવતા હોઈએ છીએ. રાશિ-ભવિષ્યમાં આપેલ પાંચ-છ વાક્યોની સલાહ વાંચ્યા પછી બે સંભાવના રહેલ હોય છે. કા'તો દિવસ સારો જશે અથવા દિવસ ખરાબ જશે એવું આપણે માની લેતા હોઈએ. આમ, આખા દિવસનું તારણ કાઢવાનો આધાર રાશિફળમાંના પોઝિટિવ અને નેગેટિવ વાક્યો