વિહવળ ભાગ-1

(14)
  • 4.7k
  • 1
  • 1.5k

રાત્રિના અંધકારમાં આકાશમાં જળહળતા તારા સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં.આખું શહેર શાંતિપૂર્ણ માહોલમાં સરી પડ્યું હતું. ચાંદનો મીઠો ટાઢક આપતો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. મધ્યરાત્રિનો સમય હતો.સમસ્ત શહેર જ્યારે ગાઢ નિંદ્રામા શાંત હતું ત્યારે એક ઘરના ઉપરના માળે આવેલા ઓરડામાં અંધકારમાં એક યુવતી ઓરડાની અટારીમાં સ્થિર ઉભી હતી. સોના વર્ણો એનો દેહ,જ્યોતિપુંજ ની કિરણ સમાન એની આંખો નું તેજ,વિખરાયેલા તેના કેશ પવનની મંદ મંદ લહેરખી સાથે ઉડી રહ્યાં હતાં અને એના આંખોમાં થી સરી રહેલા અશ્રુમાં ખરડાયેલા તેના લાલ ગાલ અને મનમાં