"જી, તમે તમારાથી થાય એ કરી શકો છો, મારું પોસ્ટિંગ લદ્દાખમાં થશે તો પણ કામ તો જે અંહી કરું છું એ જ કરીશ. મારા આદર્શો મને મુબારક, એમાં તમારે કશી લેવાદેવા નથી." હોસ્પિટલના બેડ પર પણ ફોનમાં અનિરુદ્ધ એનો ગુસ્સો પ્રગટ કરી રહ્યો હતો. એનો ફોન લઈ લેતા દાદાજી બોલ્યા, "પહેલી વાત, તારે અત્યારે આરામની જરૂર છે. બીજી કે, બેટા! તારા આદર્શો સાચા છે, પરંતુ હવે તારી સાથે એક સ્ત્રી જોડાવા જઈ રહી છે, તારા આદર્શો તારી અને તારી પત્ની માટે જોખમી ન બને એ જોજે. બી પ્રેક્ટીકલ." અનિરુદ્ધની તબિયત સારી થઈ ગઈ હતી, આરામ કરવો એને