કાવતરું - 6 - છેલ્લો ભાગ

(145)
  • 6.2k
  • 2
  • 3.2k

કાવતરું ભાગ – 6 લેખક – મેર મેહુલ સાંજના સાત થવા આવ્યા હતાં.બપોરનાં બે વાગ્યાનો રાઠોડ વેશ-પલટો કરી બદ્રીનારાયણ સોસાઇટીના નાકે ફળની લારી રાખી ઉભો હતો. દિવસ દરમિયાન સોસાયટીમાં થતી ગતિવિધિઓ પર તેની પુરી નજર હતી.એ દરમિયાન તેણે એક હ્રુષ્ટપ્રુષ્ટ યુવતીને વારંવાર સોસાયટીના દરવાજા સુધી ચક્કર લગાવતી જોઇ હતી.રાઠોડને તેનાં પર શંકા હતી.ચિઠ્ઠી મોકલનાર છોકરી એ છે કે નહીં તેની ખાત્રી કરવાં રાઠોડે ચાવડાને ફોન કરી કાળુને બોલાવી લીધો.સાડા આઠ થયાં એટલે એ યુવતી ફરીવાર સોસાયટીના દરવાજા સુધી ચક્કર લગાવવા આવી. “જો તો કાળુ, એ દિવસે જેણે તને ચિઠ્ઠી આપી હતી એ આ જ છોકરી છે?”રાઠોડે પૂછ્યું. “હા સાહેબ,આ જ