લવ રિવેન્જ પ્રકરણ-16 રૂમમાં અંધારું હતું અને બેડ ખાલી હતો. લાવણ્યા નવાઈ પામીને દરવાજો ખોલીને અંદર દાખલ થઈ. "પ્રેમ....! પ્રેમ...!" ગભરાઈ ગયેલી લાવણ્યા તેની તરફ ફરી "સિદ્ધાર્થ...! સ.....સિદ્ધાર્થ તો છે નઈ....?" "લાવણ્યા....! ડોન્ટ વરી...!" પ્રેમ લાવણ્યાને પકડીને શાંત કરાવાં લાગ્યો "એનાં રિલેટિવ્સ આવવાંનાં હતાંને....! તો આ રૂમ બહુ નાનો છે...! એટ્લે કદાચ એને બીજા રૂમમાં શિફ્ટ કર્યો હશે....!" "હાં....!હાં....!" લાવણ્યાને પ્રેમની વાત ગળે ઉતરતાં તે થોડી શાંત થઈ બધાં રૂમની બહાર આવ્યાં. લાવણ્યા આજુબાજુ જોવાં લાગી. "અરે ભાઈ...!" એક વૉર્ડબોયને ત્યાંથી પસાર થતો જોઈને તેણે ઊભો રાખ્યો "આ રૂમમાં સિદ્ધાર્થ હતો....! એમને કયાઁ