કેમ્પસ માંથી નીકળતા ઇન્સ્પેકટર રાણાના મનમાં એક સવાલ ધૂળની ડમરી જેમ ઉડતો હતો. નીતા ભટ્ટ પહેલેથી જ એટલી શાંત ને ગુમસુમ હશે કે કોઈ એવો બનાવ અથવા પ્રસંગને કારણે આવી રીતે બની. પોતાના મનની વાત શિરીષ આગળ મૂકી. "સર પણ તેના કામમાં અચોક્સાઈ બિલકુલ જોવા મળતી નથી, જ્યારે પહેલા આવ્યા ત્યારે કામનો ડેટા પણ જોયો હતો. અને વિધાર્થીનું પણ એવું જ કહેવું છે કે સમયસર બધું ભણાવે છે." સંતોષકારક જવાબ આપ્યો. વોચમેન સામે જોતા ત્યાંથી નીકળી ગયા. અને સુરતની શેરીઓમાં મનોજની ઘરે જવા નીકળી ગયા. સરનામાં મુજબ એ જ ઘર હતું. હનુમાન શેરી, સુરત. પણ ત્યાં તાળું હતું. મનોજના