મેહા બેભાન થઈ ગઈ હતી. રજતે મેહાને ઉંચકી ને ખુરશી પર બેસાડી. રજતે મેહાના ચહેરા પર પાણી છાંટ્યું. થોડી ક્ષણો પછી મેહા હોશમાં આવી. પ્રાચી:- "મેહા તું ઠીક છે ને?"મેહા:- "હા."મેહા ઉભી થઈ ને રાહુલ પાસે જતી હોય છે કે રજત મેહાનો હાથ પકડી લે છે. મેહાને પોતાની બાજુની ખુરશી પર બેસાડે છે. રજત:- "મેહા આજે અમારા સાથે નાસ્તો કરી લે."મેહા:- "મને ભૂખ નથી." રજત:- "મેહા શું કામ જીદ કરે છે? કહ્યું ને કે ખાઈ લે."મેહા ઉભી થઈ ને જતી હતી કે રજત મેહાનો હાથ પકડીને ફરી બેસાડે છે. રજત:- "હું બર્ગર લઈને આવું છું. ચૂપચાપ અહીં જ બેસજે."રજત બર્ગર લેવા ગયો. મેહાને મેસેજની