ખાંડણિયાં માં માથું ને...

(6.6k)
  • 5.1k
  • 1.4k

ઓહો... ! બે વાગ્યાં માં દશ મિનિટ ની જ વાર છે.. તેમ કહેતી રિયા ઝડપથી કોટ – શૂઝ ચઢાવી, પર્સ અને કાર ની ચાવી લઇ ભાગતી હોય તેમ ઘર નો દરવાજો લોક કરીને કાર ભણી દોટ મૂકી. જ્યાંની એપોઇન્ટમેન્ટ છે તે સ્થળ ઘર થી આશરે પંદર મિનિટ થી વધારે દૂર છે તે રિયા એ કાર માં સેટ – નાવ ચાલુ કર્યું ત્યારે જોઈને મન માં બબડી કે, “ગમે તેટલું સમયસર પહોંચવાની ટ્રાય કરો ખબર નહિ હમણાં બધે મોડું જ પહોંચાય છે..!” આમ વિચારતી કાર ને પહેલાં ગિયર માં નાંખીને એક તીણી ચિચિયારી સાથે કાર ને ભગાવી. રિયા