અજનબી હમસફર - ૧૫

(21)
  • 4.4k
  • 1
  • 1.6k

રવિવારની રજા હોવાથી બપોર પછી રાકેશ પણ ત્યાં આવ્યો. રાકેશ, દિયા અને સમીર ત્રણેય કેરમ રમ્યા અને સાંજે ડિનર પણ સાથે કર્યુ. બીજે દિવસે પોતાના રેગ્યુલર સમયે દિયા ઓફિસ ગઈ. કોમલ પોતાના ટેબલ પર બેઠી બેઠી કંઈક કામ કરી રહી હતી તેને જોઈને દિયાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. દિયા કોમલની બાજુમાં બેઠી . તેનો ચહેરો જોઈને કોમલ સમજી ગઈ કે કંઈક સારું થયું છે અથવા તો તે કંઈક સારી વાત કહેવા માંગે છે "બોલ શું થયું જલ્દી કે ?"કોમલે દિયા ને કહ્યું "તને કેમ ખબર કે હું કંઈક કહેવા માગું છું?" "તારો ચહેરો જોયો બધું સાફ સાફ કહી