૬ સેમેસ્ટર (યાદો કોલેજની) (Excitement) Excitement (ઉત્સુકતા) આ શબ્દ એની અંદર જ ગજબનું બળ ધરાવે છે.આપણાં દરેકના જીવનમાં જો આ Excitement એટલે કે ઉત્સુકતા ના રહે તો જીવન જીવવાની મજા જ મારી જાય છે.આ ઉત્સુકતાનો અનુભવ આપણે દરેક વ્યકતી જીવનના ડગલે અને પગલે કરતાં રહ્યા છીયે.જેમકે પરીક્ષા આપ્યા પછી રિજલ્ટ શું આવશે તે જાણવાની ઉત્સુકતા.જન્મદિવસની આગલી રાત્રે આપણાં સ્નેહીજનો પાસેથી શું ભેટ મળશે તે જાણવાની ઉત્સુકતા અને જો શાળા જીવનમાં હોયે તો આવતી કાલે શાળામાં જવાની અદભૂત ઉત્સુકતા.ઉતરાયણ,દિવાળી,નવરાત્રિ આવા આપણાં ઉત્સાહથી ભરેલા ઉત્સવોમાં મજા કરવાની ઉત્સુકતા. રજાના દિવસે પપ્પા કઈ જગ્યા પર ફરવા લઈ જશે,આ વાત