હું તમારા સાથમાં જ કોરોન્ટેઇન.

  • 3.6k
  • 774

હું તમારા સાથમાં જ કોરોન્ટેઇન- રેખા પટેલ(ડેલાવર) ચારેબાજુ આખી દુનિયામાં કોરોનાનો કહેર વર્તાયો છે, કોરોના નામના અતિ આક્રમક વાઇરસને કારણે સંક્રમિત થયાની સંખ્યામાં રોજ હજારોનો વધારો.આજે આટલાં બીમાર થયા, હોસ્પિટલમાં સંક્રમિત થનારાઓ માટે જગ્યા નથી.મૃતકોનો આંકડો બહુ ઝડપથી વધી રહ્યો છે. વગેરે... રોજ એકની એક વાતો. એમાય પાછું લોકડાઉન, શરૂવાતમાં તો લાગ્યું હાશ બધાની સાથે રહેવાનો એક ઉત્સવ આવ્યો. અતિ વ્યસ્ત જીંદગીમાં ફેમીલી સાથે શાંતિથી રહેવાનું હમણાથી ઓછું બનતું આથી એક રીતે સારું લાગ્યું.પરંતુ બહુ જમવાથી અપચો થાય છે, એમ એક મહિનો ઘરમાં બંધ રહીને કંટાળો આવવા લાગ્યો. એમાય રોજ સવારથી સાંજ સુધી સીએનએન કે ગુજરાતી આજતક ચેનલ ઉપર આવતા