અધૂરી ફોટોફ્રેઈમ...

  • 2.9k
  • 796

થોડાં દિવસ અગાઉ નેટફલિકસ પર લિફ્ટમેન નામનું મૂવી જોયું. સરસ મજાની હળવીફૂલ વાર્તા સાથે એટલોજ સરળ, મહત્વનો બોધ આપી જાય. તેમાં એપાર્ટમેન્ટના સર્વેસર્વા એવા ડી'સુઝા મેડમ, લિફ્ટમેન તરીકે કામ કરતા વ્યક્તિના એકના એક દીકરાને કારકિર્દી બનાવવા માટે શક્ય એટલી બધીજ મદદ કરે છે અને અંતે અથાગ મહેનત તથા જહેમતથી દીકરાને સફળ બનાવીને જ જંપે છે.કોઈને મદદ કરવા, નિઃસ્વાર્થ (Selfless) મન અને માનવતાના (Humanity) તાંતણે ગૂંથાવાનો સમર્પણભાવ, એ પૂર્વશરત, પત્યું ! એની આગળ તો, પરમકૃપાળુ પરમેશ્વર અને કુદરતની મધ્યસ્થી દ્વારા, બાકી બધાં પાસાં વારાફરતી પોતપોતાની જગ્યાએ ગોઠવાતાં જાય છે.મેં જ્યાં સુધી જોયું છે, તો લોહીનાં સબંધ જ, પારાવાર મનભેદ, મતભેદ અને