ગોપાદાદા

  • 4.3k
  • 1
  • 666

મારું નાનું એવું ગામ કે એ સમયે વસ્તી લગભગ સાતસોની આજુબાજુ હશે. ગામમાં મોટા ભાગના લોકો પરંપરાગત રીતે ખેતી કરતા. ગામમાં સાતથી આઠ જણાં બહુમાળી ભવન, માસ્તર અને જમાદારની નોકરી કરતાં હતાં. જ્યારે પંદરેક જેટલાં જુવાનિયાઓ ભિમોરા અને ધજાળા ખાતે ઉતર બુનિયાદીમાં શિક્ષણ મેળવતાં. આ સિવાયનાં નાનાં બાળકો ગામમાં આવેલ સરકારી નિશાળમાં ભણવા માટે યુરિયા ખાતરની થેલીમાંથી બનાવેલ દફતર લઈને જતાં. નિશાળે જવા માટેનો સમય અગિયારથી પાંચનો હતો. ઠીકરાની પાટી લઈને પહેલા ધોરણમાં કલમ ખટારો ગણપતિ અને ઘર તથા એકથી ચાર એકડા શીખી લેતાં. સાંજના પાંચ વાગવાની બધા નાના છોકરાઓ રાહ જોતા. ગામનાં ગોપાદાદા કબજો, ચોરણો અને માથામાં પાઘડી પહેરીને ગામમાં