મીટીંગમાં બેસેલી નૈનાનો ફોન વારંવાર વાગી રહ્યો હતો. સોલંકી સાહેબની નજર વારંવાર નૈના તરફ જતી હતી... ફોન ફરી વાગ્યો...આખરે પરેશાન થઇ સોલંકી સાહેબે કહ્યું, 'નૈના આ મીટીંગ કરતાં કોલ વધુ જરૂરી હોય તો બહાર જઈ વાત કરી લે '. 'સોરી સર... ' કહેતાં નૈનાએ ફોન સ્વિચ ઓફ કર્યો. અને મીટીંગના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી. મીટીંગ પત્યા પછી નૈના બહાર આવી અને પોતાની કેબીનમાં બેસી કામ શરુ કર્યું. કામમાં ને કામમાં એને ફોન ઓન કરવાનું ધ્યાન ન રહ્યું... કેબીનનો ફોન રણક્યો...સહકર્મીનો ફોન હતો... વાત કરી ફોન મુક્યો ત્યારે સહસા ભાન