હું જેસંગ દેસાઈ ભાગ ૩

  • 4k
  • 1.8k

ભાગ-3 તે દિવસે જીવરાજના બહુ આગ્રહ પછી રાતે હું એના ઘરે રોકાયેલો. આમ તો વેકેશન હોય તો અમે બંન્ને એકબીજાને ઘરે ઘણીવાર રાત પણ રોકાતા, ક્યારેક એ મારા ઘરે તો ક્યારેક હું એના ઘરે. રાતે જમવાનું પતે એટલે બહાર ક્યાંક એકાંતમાં બેસી મોડે સુધી વાતોના તડાકા બોલાવતા. તે દિવસે પણ જમવાનું પત્યુ એટલે થોડું વોકીંગ અને થોડી ખાનગી વાતો પણ થાય એવા ઇરાદાથી અમે ચેહરમાંના મંદિર બાજુ પગે ચાલતા નીકળ્યા. લગભગ રાતના આઠ સાડા આઠ થઇ ગયા હશે. સુરજદેવ ધરતીની વિદાય લઇ પોતાનો રથ હંકારી રાણી રાંદલને ખોરડે ચાલી ગયા હતા. દુરથી આવતો માણસ