દોસ્તથી વધારે કંઈ જ નહિ.. - 4

(13)
  • 3.4k
  • 2
  • 1.4k

રૂમ પર પહોંચી અંદર પગ મુકતા રૂમની હાલત જોઈ આકાશ થોડીવાર તો ચક્કર ખાઈ ગયો કારણ કે નાનપણથી આલીશાન મકાન અને ઘરમાં સુખની રેલમછેલ હતી છતાં પણ મનમાં ફાવશે, ચાલશે, ગમશે એવી ભાવના રાખી એના મિત્ર નમન સાથે નાનકડી પતરાવારી રૂમમાં દિવસો પસાર કરવા લાગ્યો. આમ જોતજોતામાં આઠ માસ ક્યારે વીતી ગયા ખબર ન પડી અને એ આઠ માસ દરમ્યાન આકાશના પપ્પાએ બે રૂમ, હોલ,કિચન વાળો ફ્લેટ સીટી લાઇટ એરિયામાં ઉંચી કિંમતે ખરીદી આપ્યો અને બન્ને મિત્રો ત્યાં શિફ્ટ થઈ ગયા. નવા ફ્લેટમાં શિફ્ટ થયાને એક મહિનો વીતી ગયો અને શનિવારની સાંજે આકાશના પપ્પાનો કોલ આવ્યો અને આકાશને