ભાગ 4 : શું કરે છે યાર એ..! ગયા અંકમાં આપે જોઈ વર્ષો પછી મળેલા જુના મિત્રો, કહો કે ખાસ મિત્રોની ખાસ પંચાત. હવે આગળ.."અહમ અહમ..! હમેં કિસીને યાદ કિયા ક્યાં ?" દરવાજા પાસે ઉભેલા નિખિલે ટકોર મારી."લ્યો..! શેતાન કા નામ લિયા ઔર..!" નિધિ બસ આટલું બોલી ત્યાં નિખીલે પાસે આવી જોરથી ગાલ ખેંચી લીધા નિધિના..! ( નાના ભાઈનો ત્રાસ )"મમમ...નિક મુક ને..! દુખે છે યાર." "અરે મેં તો શેતાન હું ના, તું જ તો કહેતી હતી. તો મુકું કઈ રીતે નિધિડી..!"(હવે આ ભાઈ બેન મારામારી પર ન ઉતરી આવે તો સારું ?)"અરે નિકભાઈ,છોડો આ બધું, એ તો કહો ક્યાં હતા ?" મીનુંએ વચ્ચે