લવ રિવેન્જ - 15

(75k)
  • 9.8k
  • 3
  • 5.9k

લવ રિવેન્જ પ્રકરણ-15 "સિદ્ધાર્થ....! પ્લીઝ...!" 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચતાંજ સિદ્ધાર્થને તાત્કાલિક સ્ટ્રેચરમાં સૂવાડી એમ્બ્યુલન્સમાંજ પ્રાઇમરી હેલ્થ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી દેવાયું હતું. લાવણ્યા પણ એમ્બ્યુલન્સમાં ચડી ગઈ હતી અને સિદ્ધાર્થનો હાથ પકડી તેની જોડેજ ઊભી હતી. એમ્બ્યુલન્સમાં તેણે રડારડ કરી મૂકી હતી. "અરે બે'ન તમે બંધ થાઓ....! અમે આ ભાઈનો ઈલાજ કરીએ કે તમારું રડવાનું બંધ કરાવીએ...!" એમ્બ્યુલન્સમાં સિદ્ધાર્થની સારવાર કરી રહેલો એક સ્ટાફનો માણસ બોલ્યો. એમ્બ્યુલન્સની આજુબાજુ હજીપણ ભીડ જમાં થયેલી હતી. કેટલાંક સમજુ નાગરિકો ભીડ ઓછી કરવાં માટેનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. કોલેજનાં ગેટ આગળજ એક્સિડેંન્ટ થયો હોવાથી ગેટની જોડેજ ભીડ જમાં થઈ ગઈ