મરણ મૂડી

(20)
  • 7k
  • 2.6k

*મરણ મૂડી* "આ ડોસો રૂપિયા નું પાણી કરવા બેઠો છે, એને તો એમ છે કે આપણે કરોડપતિ છીએ, એમને એમજ કરવું હોય તો હવે દાદા દાદી ના વિસામે નામ નોંધાવી આવો." લોઢી ઉપર મુકેલી રોટલી શેકતા શેકતા આરતી આરવ ને સાંભળવી રહી હતી. આરવ પણ સમજી ગયો હતો કે આરતી નો ગુસ્સો આજે સાતમા આસમાને છે. છતાંય તેણે કહ્યું "તું ધીરે બોલ બાપુજી આવતા જ હશે ક્યાંક સાંભળી જશે" આટલું તો માંડ બોલ્યો ત્યાંજ રમણિકલાલ ઘર માં પ્રવેશતા બોલ્યા અરે શેની ચર્ચા ચાલી રહી છે ભૈ? "કઈ નૈ બાપુજી