તારા વિના - 5

(19)
  • 4.1k
  • 3
  • 2k

સાઇલેન્સ લેંગ્વેજ એક યુવક અને યુવતી કોલેજના છેલ્લા વરસમાં એક જ વર્ગ માં અભ્યાસ કરતાં હતાં. વરસોથી મિત્ર એ બંને જણા હવે એકબીજા પ્રેમ કરવા લાગ્યા હતાં. ધીરે ધીરે ગાંઢ બનેલી મૈત્રીના પરિણામમાંથી ઊગી નીકળેલ એ પ્રેમ હતો. એકબીજા ને બરાબર જાણ્યા પછી નો એ પ્રેમ હતો. એમાં ફક્ત દિવાસ્વપ્નો ન હતાં. પણ ભવિષ્ય ની જિંદગી પસાર કરવા અંગેનાં વાસ્તવિક અને નક્કર સત્યોનો સમાવેશ થયેલો હતો. યુવતી ના માતા પિતાએ ખૂબ જ વિરોધ કર્યો. સાચા પ્રેમી એવા એ બંને આ પ્રચંડ વિરોધ સામે રીતસર ઝઝુમ્યા અને જીત્યા પણ ખરાં . યુવતીનાં માતા પિતા એ હા પાડી .