"આર્યા... થોડી મદદની જરૂર છે, આ શર્ટ કાઢવામાં તકલીફ પડે છે." અનિરુદ્ધથી અવળું ફરીને સોફા પર સૂતેલી આર્યા કશું બોલી નહીં, એનામાં કશો સંચાર પણ થયો નહીં. એને બરાબરનું ખોટું લાગ્યું હતું. એ વાત અનિરુદ્ધ સમજી ગયો. "આર્યા મેડમ...." આર્યા ઊભી થઈ, એ અનિરુદ્ધ સામે જોયા વગર જ એને શર્ટ કાઢવામાં મદદ કરવા લાગી. અનિરુદ્ધે જોયું તો એની આંખો લાલ થઈ ગઈ હતી. એકદમ ગોરી ત્વચા પર એનું નાક લાલ થઈને અલગ તરી આવતું હતું. એ ઊભી થઈ અને ચાલતી થવા જતી હતી ત્યાં અનિરુદ્ધે એનો હાથ પકડ્યો, "આર્યા, ડોક્ટર કહેતા હતા કે