રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 22

(105)
  • 3.6k
  • 5
  • 2.3k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૨ રુદ્રની કમર નજીક બનેલું નિમલોકોનું રાજચિહ્ન જોઈને હતપ્રભ બનેલાં રાજવૈદ્ય જગતેશ્વરને એ નહોતું સમજાઈ રહ્યું કે પોતાને આગળ શું કરવું જોઈએ? એક વૈદ્ય તરીકે કોઈપણ જરૂરિયાતની મદદ કરવી એ એમનો વૈદ્ય ધર્મ હતો પણ પોતાની ઓળખ છુપાવી પોતાનાં રાજાનાં આશ્રિત બનેલાં રાજ્યનાં દુશ્મનની મદદ કરવી એ દેશદ્રોહ હતો. આખરે પોતાને શું કરવું જોઈએ એનો જવાબ મેળવવાં જગતેશ્વરે બહાર ઊભેલી મેઘનાને પોતાનાં કક્ષમાં આવવાં જણાવ્યું. મેઘનાનાં અંદર પ્રવેશતાં જ જગતેશ્વરે પોતાનાં બંને સહાયક પ્રેમવતી અને મનુને ઈશારાથી બહાર જવા જણાવ્યું. એમનાં જતાં જ જગતેશ્વરે કક્ષનો દરવાજો ફટાફટ બંધ કર્યો. "શું થયું વૈદ્યરાજ, વીરા બચી તો