બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 2

(12)
  • 4.1k
  • 1
  • 2.4k

થોડીવાર પછી વિજય ભાનમાં આવ્યો. તેણે આંખો ખોલી જોયું તો તે તેના રૂમમાં બેડ પર સૂતેલો હતો. તેણે દરવાજા તરફ જોયું તો એક યુવાન પોતાનો શર્ટ બદલતો હતો. તેને જોઈ વિજય બોલ્યો, “કલ્પેશ આજે વહેલા કેમ આવી ગયો? બધું ઠીક છે ને?” “આ તને વહેલું લાગે છે? એક વખત ઉઠીને ઘડિયાળમાં જો અને પછી કહે કેટલો વહેલો આવ્યો છું!” કલ્પેશે હસીને કહ્યું. વિજય પથારીમાંથી ઉભો થયો અને ચાર્જરમાંથી ફોન કાઢીને તેની સ્ક્રીન ઓન કરી જોયું અને નવાઈ પામતા બોલી ઉઠ્યો, “સવા બાર!” “હા સવા બાર. આજ એક કલાક મોડો આવ્યો છું. રસ્તામાં નીલીયાની બાઈક બંધ પડી ગઈ હતી.