આત્માનો પુનર્જન્મ - 3

(61)
  • 5.7k
  • 4
  • 3.4k

આત્માનો પુનર્જન્મ -રાકેશ ઠક્કર પ્રકરણ-૩ તારિકાએ આંખ ખોલી ત્યારે તે હવેલીના નીચેના ખુલ્લા ભાગમાં એક કાથીના ખાટલામાં કંતાન પર સૂતેલી હાલતમાં હતી. તેણે આંખો ખોલી ત્યારે તેની નજર ઉપરના ભાગે હતી. ત્યાં લાકડા પર એક કાળી બિલાડી બેઠી હતી. તારિકાને પોતાની સામે જોતી જોઇને બિલાડીની આંખ ચમકી અને તે 'મ્યાઉં..." કરતી ઉપરથી કૂદી. તારિકાએ બંને હાથથી ખાટલાને પકડી આંખો મીંચી દીધી. બિલાડી પલકવારમાં નીચે પડી ક્યાંક સરકી ગઇ. તારિકાએ આંખ ખોલી તો ઉપરની તરફ કંઇ ન હતું. તેણે આસપાસમાં નજર નાખી. કોઇ દેખાતું ન હતું. તેણે યાદ કર્યું. પોતે પ્રો.આદિત્યના રૂમમાં ગઇ એ પછી ત્યાંનો માહોલ જોઇ ગભરાઇ ગઇ હતી.