ઓર્ડર...ઓર્ડર..!

(16)
  • 4.4k
  • 2.5k

** ઓર્ડર.. ઓર્ડર.. ! ** શહેરના નામી એડ્વોકેટ પ્રવિણ શાહ પર લોક ડાઉનના કાયદાના ભંગ માટે મુકદ્દમો ચાલવાનો હોવાથી આખો કોર્ટરૂમ વકીલો અને પ્રેક્ષકોથી ભરાઈ ગયો હતો. ક્રિમિનલ લોયર પ્રવિણ શાહ ‘કાયદે આઝમ’ ના હુલામણા નામથી પ્રખ્યાત હતા. કાનૂનની કિતાબના એક એક કાયદાથી સુપેરે માહિતગાર અને કાયદાની તમામ આંટીઘૂંટીના જાણકાર દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવી હોવાની વાત જ્યારે લોકોની જાણમાં આવી ત્યારે કોઈ તે વાત માનવા કોઈ તૈયાર ન હતું પરંતુ જ્યારે તેમની ધરપકડના ફોટા સાથે સ્થાનિક ચેનલો પર સમાચારો વહેતા થયા ત્યારે સૌને અચરજ થયું હતું. એડ્વોકેટ પ્રવિણ શાહની ધરપકડ શહેરના રેડ ઝોનમાં લોક ડાઉનનું સખત પાલન થાય તે