કોરોના ના કહેર વચ્ચે નો પ્રેમ

(13)
  • 3.1k
  • 1
  • 1.7k

અનુજ એક સામાન્ય ઘરનો છોકરો, ભણવામાં બહુ જ હોશિયાર અને ડૉક્ટર બનવાના એના સપનાંઓ. ધોરણ 12 સાયન્સ નું પરિણામ આવી ગયું અને બહુ સારા માર્કસે એ પાસ થઇ ગયો. એનું અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ માં એડમિશન થઇ ગયું. અનુજ એના સપનાઓ પુરા કરવાની દિશા માં આગળ વધી રહ્યો હતો. જોતજોતામાં કોલેજ શરૂ થઇ ગઈ. ખુશમિજાજી એનો સ્વભાવ, બધા સાથે હળીમળી ને રહે અને કોઈની પણ મદદ કરવામાં તો એ અવ્વલ. એના આ વ્યક્તિત્વ થી સહુ કોઈ પ્રભાવિત થતું અને એના મિત્રો પણ ઘણા એવા, એની સાથે જ ભણતી અવંતિકા એને નોટિસ કરે રાખે, ધીરે ધીરે એને અનુજ ગમવા લાગ્યો