અંગત ડાયરી - ક્ષણ

  • 6.7k
  • 1
  • 3.5k

અંગત ડાયરી ============શીર્ષક : ક્ષણ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૪ મે ૨૦૨૦, રવિવાર ઘણાંની ઈચ્છા હશે કે આજનો દિવસ બહુ મસ્ત જાય તો સારું. દિવસ એટલે ચોવીસ કલાક. કલાક એટલે સાંઠ મિનિટ. મિનિટ એટલે સાંઠ સેકન્ડ અને સેકન્ડ એટલે આપણી ઉપરથી પસાર થઈ રહેલી વર્તમાન ક્ષણ. આ ક્ષણ પાસે બે ખાના હોય છે. એક ભરેલું અને એક ખાલી. ભરેલા ખાનામાં તમારા વીતી ગયેલા સમયના, સદ્ઉપયોગ કે દુરુપયોગનું વ્યાજ સહિતનું ફળ હોય છે. જયારે ખાલી ખાનામાં વર્તમાન ક્ષણ તમારા ફોટોઝ કેપ્ચર કરે છે. આખો દિવસ કે વર્ષ કે જીવન આપણી પાસે ક્ષણ સ્વરૂપે જ આવે છે. તમે એ ક્ષણમાં સ્માઈલ કર્યું તો