આત્માનો પુનર્જન્મ - 1

(72)
  • 6.6k
  • 6
  • 4k

આત્માનો પુનર્જન્મ રાકેશ ઠક્કર પ્રકરણ - ૧ કોલેજમાંથી પ્રોફેસર આદિત્ય અને એમ.એ. ની વિદ્યાર્થીની તારિકાની પસંદગી ઇતિહાસના વર્કશોપની ટૂર માટે કરવામાં આવી હોવાનો પત્ર પ્રાપ્ત થતાં બંનેએ ફોન પર વાત કરી અને પત્રમાં જણાવ્યા મુજબ રાજસ્થાનના બુંદીગઢના કિલ્લા પર જવા રાજકોટના સ્ટેશન પર સવારે પાંચ વાગે ભેગા થવાનું નક્કી કર્યું. * અત્યારે કોલેજમાં રજાના દિવસો હતા. છેલ્લા કેટલાક સમયથી ઇતિહાસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ટૂર ગોઠવવાની વાત ચાલી રહી હતી. અચાનક તારિકા અને પ્રો.આદિત્યને કોલેજના વાઇસ ચાન્સેલરનો એકસરખો પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું કે, "રાજસ્થાનની યુનિવર્સિટી તરફથી ઇતિહાસના સંશોધનની બુંદીગઢ કિલાની એક ટૂરનું આયોજન થયું છે. જેમાં દરેક કોલેજના એક